Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હનીટ્રેપ કેસના મુખ્ય આરોપી સહિત 2 અમદાવાદથી પકડાયા

કચ્છની બહુ ચર્ચિત 10 કરોડના હનીટ્રેપ કેસના મુખ્ય આરોપી જેન્તી ઠકકર સહિત એક આરોપીની અમદાવાદથી પશ્ચિમ કચ્છ એલસીબીએ  ધરપકડ કરી છે.આદિપુરના ફાઈનાન્સરને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા 10 કરોડની કથિત ખંડણી માંગવાના ચકચારી પ્રકરણમાં મુખ્ય સુત્રધાર મનાતા મુખ્ય આરોપી જેન્તી ઠકકર સહિત એક આરોપીને અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર આવેલ શાંતીગ્રામ ટાઉનશીપથી પશ્ચિમ કરછ એલસીબીએ ઝડપી લેતા અત્યાર સુંધà«
હનીટ્રેપ કેસના મુખ્ય આરોપી સહિત 2 અમદાવાદથી પકડાયા
કચ્છની બહુ ચર્ચિત 10 કરોડના હનીટ્રેપ કેસના મુખ્ય આરોપી જેન્તી ઠકકર સહિત એક આરોપીની અમદાવાદથી પશ્ચિમ કચ્છ એલસીબીએ  ધરપકડ કરી છે.આદિપુરના ફાઈનાન્સરને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા 10 કરોડની કથિત ખંડણી માંગવાના ચકચારી પ્રકરણમાં મુખ્ય સુત્રધાર મનાતા મુખ્ય આરોપી જેન્તી ઠકકર સહિત એક આરોપીને અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર આવેલ શાંતીગ્રામ ટાઉનશીપથી પશ્ચિમ કરછ એલસીબીએ ઝડપી લેતા અત્યાર સુંધી ત્રણ જણ પોલીસ સકંજામાં આવી ચૂક્યા છે હનીટ્રેપ કેસમાં ફરાર મુખ્ય આરોપી જયંતી જેઠાલાલ ઠક્કર અને કુશલ ઉર્ફે લાલો મુકેશભાઈ ઠક્કરને અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર આવેલ શાંતીગ્રામ ટાઉનશીપથી ઝડપી લીધા છે.
જેન્તી ઠક્કર (ડુમરાવાળો) અબડાસાના પૂર્વ ધારાસભ્ય જેન્તી ભાનુશાલી મર્ડર કેસનો મુખ્ય આરોપી છે.બીજી તરફ કેડીસીસી બેન્કમાંથી બોગસ ખેડૂત મંડળીઓના આધારે કરોડોની લોન મેળવી ફૂલેકું ફેરવાવાના તેની સામે 12 ગુના નોંધાયેલાં છે. જેન્તી ભાનુશાલી મર્ડર કેસમાં ભચાઉ સબ જેલમાં જલસાં કરતાં ઝડપાતાં એક જ રાતમાં તેની સામે વધુ ત્રણ ગુના નોંધાયેલાં હતા જેન્તી ઠક્કર સામે કુલ 19  ગુના નોંધાયેલાં છે. તાજેતરમાં હાઈકૉર્ટે તેને કેન્સર હોઈ મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન આપ્યાં હતા.
કુલ આઠ આરોપીઓ સામે ફરિયાદ નોધાવી હતી
મૂળ ડુમરા નિવાસી જયંતિ ઠક્કરે આગોતરા જામીન માટે અરજી કરી હતી.કોર્ટે કેસની ગંભીરતા જોઈ હનીટ્રેપ કેસમાં ફરિયાદી સાથે સીધો સંપર્ક ધરાવતા જયંતી ઠક્કરના આગોતરા જામીન નામંજૂર કર્યા હતા.બહુચર્ચિત હનીટ્રેપ કેસમાં આદિપુરના ફાઈનાન્સર અનંત તન્ના એ ભુજ બી ડીવીઝન પોલીસ મથકે કુલ આઠ આરોપીઓ સામે ફરિયાદ નોધાવી હતી. આરોપીઓએ ફરિયાદી પાસે મામલો પતાવવા માટે રૂપિયા 10 કરોડની ખંડણી માંગી હતી.હનીટ્રેપ કેસના મુખ્ય સુત્રધાર ગણાતા જયંતિ ઠક્કર સહીત બે આરોપીઓને એલસીબીએ ઝડપી લેતા બહુચર્ચિત કેસમાં વધુ ખુલાસા બહાર આવી શકે છે..
પોલીસે દિવાળી પહેલા જ ધરપકડ કરી લીધી છે.
જયંતી ઠક્કર, ધારાસભ્ય જયંતિ ભાનુશાલી હત્યામાં પણ આરોપી છે. ગુનાહિત ઈતિહાસ પણ ધરાવે છે.જેની વિરુધ્ધ ગાંધીધામ રેલ્વે પોલીસ સ્ટેશન,ભચાઉ પોલીસ સ્ટેશન અને સીઆઇડી ક્રાઈમ બોર્ડર ઝોન ભુજ પોલીસ સ્ટેશન સહિત બી ડીવીઝન પોલીસ મથકે ગુનાઓ નોધાયેલા છે.જયારે અન્ય આરોપી કુશલ ઠક્કર વિરુધ્ધ સીઆઇડી ક્રાઈમ બોર્ડર જોન ભુજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાયેલ છે.આ પ્રકરણમાં સૌ પ્રથમ વિનય રેલોન ઉર્ફે લાલો નામના ડેવલોપર્સની પોલીસે દિવાળી પહેલા જ ધરપકડ કરી લીધી છે.

હની ટ્રેપ કાંડમાં કુલ ચાર આરોપીને પકડી પાડવામાં આવ્યા છે 
10  કરોડ હનીટ્રેપ ના મુખ્ય સૂત્રધાર આરોપી જયંતિ ઠક્કરને પશ્ચિમ કચ્છ એલસીબી એ અમદાવાદ થી ઝડપી પાડ્યું છે અને ગઈ કાલે જ બંને આરોપીને ભુજ લઈ આવામાં આવ્યું છે અને હાલ જયંતિ ઠક્કર અને એનો ભાણેજ કુશલ ઠક્કર ઉર્ફે લાલો ની પૂછપરછ કરવામાં આવી રહ્યું અને આ કુલ હની ટ્રેપ કાંડમાં કુલ ચાર આરોપીને પકડી પાડવામાં આવ્યા છે ત્યારે હજુ 6  આરોપીને પકડવાની ગતિવિધિ કરવામાં આવી રહી છે પૂછતાછ બાદ વધુ આરોપીની લિંક ખુલી શકે છે તેવી શક્યતા સેવાઈ રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.